અંજારના કોલીવાસમાં જુગાર રમતા સાત ખેલીઓને રૂ 31 હજાર ની રકમ સાથે પોલીસ દ્રારા ઝડપી પાડ્યા

અંજારમાં કોલીવાસની જુગાર રમતા સાત જણાને પોલીસ દ્રારા પકડી પાડવામાં આવ્યા છે. આ ખેલીઓ પાસેથી રોકડ રૂ. 31 હજાર 230ની રકમ ઝડપી પડાઈ હતી અંજાર પોલીસની વિગતો અનુસાર અંજારની નગરપાલિકાના સામેના ભાગમાં આવેલા કોલીવાસમાં શમા મહેશ્વરીના મકાન પાછળ બંધ મકાનમાં આગણામાં જુગાર રમાઈ રહી છે તેવી બાતમી મળતા પોલીસ દ્રારા ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. તેમની પાસે રહેલી રૂ. 31 હજાર 230રૂની રકમ ઝડપી પડાઈ હતી. આ દરોડો બોર્ડર રેન્જના આઇજી તેમજ પૂર્વ કચ્છ પોલીસવડાની સૂચનાથી અને અનાર પી.આઈ. રાઠોડ સાહેબ આ વિગતો આપી હતી.