ભુજમાં વેપારીની બાઈકની ધોળા દિવસે થઈ ચોરી

ભુજ શહેરમાં મહાદેવ નાકા જેવા ભરચક અને સતત ચહલપહલવાળા વિસ્તારમાંથી મનિષભાઈ રમેશચન્દ્ર દવે નામના વેપારીની બજાજ પલ્સર બાઇક ધોળા દિવસે ચોરી જવાયું હોવાનો કિસ્સો પોલીસ ચોપડે ચડ્યો છે. શહેરમાં સહયોગનગર ખાતે રહેતા શ્રી દવેએ આ ઘટના બાબતે ફરિયાદ અનુસાર ગત સવારના અરસામાં તેમની જી.જે.12-એ.પી-3043 નંબરનું આ દ્વિચક્રી કોઈ અજાણ્યા શખ્સો ચોરી ગયા હતા. એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આગળની  તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *