અપહરણ કરીને ગોંધી રાખી મુક્ત માટે રૂપિયા 1.47 લાખની રકમ પડાવતા ભુજોડીની પરિણીતા ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

ભુજ તાલુકાનાં ભુજોડી ગામની પરિણીત યુવતીનું અપહરણ કરી તેને 18 દિવસ સુધી ગોંધી રાખીને તેની મુક્તિ માટે રૂ.1.47 લાખની રકમ વસુલાઇ હોવાનો અને આ સમગ્ર ઘટનાના પગલે ભોગ બનનારી પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપધાત કરી લીધો હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ બાબતે અબડાસાના નરેડી ગામના બે અને ભુજના એક જણ સામે વિવિધ કલમો તળે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભુજોડી ગામની યુવતી સાથે બનેલા આ બનાવ અંગે તેના પતિ હેમંત પરબતભાઈ મંગરીયા દ્રારા ભુજ શહેર બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નરેડી ગામના ગોવિંદ મંગા જેપાર અને હરિભાઇ કુંવટ તથા ભુજના ભુપેન્દ્ર કિશોર સીજુ સામે અપહરણ, આત્મહત્યા માટે દૂષ્પ્રેરણ અને રૂપિયા કઢાવવા સહિતની વિવિધ ગંભીર કલમો તળે ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ખાંટે કેસની તજવીજ હાથ ધરી છે. ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ આ વિશેની માહિતી આપતા જણાવ્યુ હતું કે ત્રણેય શખ્સો સાથે મળે પૈસા કઢાવવાના ઇરાદાથી તહોમતદાર ગોવિંદ જેપાર મારફતે હંસાબેનનું બળજબરીથી અપહરણ કર્યું હતું. ઉઠાવી જવાયેલી આ યુવાન પરિણીતાને તા. 6/9થી તા. 24/9 દરમ્યાન ગોંધી રાખવામાં આવી હતી. આ દરમ્યાન હંસાબેનનું હોન્ડા એક્ટિવા સ્કૂટર બળજબરીથી વેચાવી નાખીને અને તેના એ.ટી.એમ.માંથી બળજબરીથી પૈસા કાઢવાયા હતા. દરમ્યાન શખ્સો પૈકીના હરિભાઇ કુંવટ અને ભુપેન્દ્ર સીજુએ હંસાબેનને મૂક કરવા માટે તેમના પતિ અને અન્ય સંબંધિતો પાસેથી જુદી-જુદી રીતે રૂ. 1.47 લાખની રકમ પડાવી હતી. આ પછી જાનથી મારી નાખવાની ધમકીઑ આપીને તથા હેંમત મંગરિયાના મકાને આવી હંસાબેન સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. જેને લઈને ત્રસ્ત બનેલી હંસાબેને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તેવું ફરિયાદમાં લખવાયું છે. પોલીસે શખ્સો સામેના ગુનામાં ભારતીય દંડ સહિતાની કલમ 306,365,384,452 અને 114 અનુસરની કલમો લગાડી તેમની અટક માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *