ભુજના ભીડ નાકાના આઝાદ ચોકમાં મહિલા પર પાંચ ઇસમોએ કર્યો હુમલો

ભુજના ભીડ નાકા વિસ્તારમાં આવેલા આઝાદ ચોકમાં મહિલા પર 4 મહિલા સહિત પાંચ ઇસમો દ્રારા હુમલો કરવામાં આવ્યો હતો. તેથી મહિલાને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બાબતે પોલીસમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાત્રીના અરસામાં શહેરના ભીડનાકા બહાર આવેલા આઝાદ ચોકમાં રહેલા ખતુભાઈ મામદ હુશેન મયાત્રા(ઉ.વ.55) ઉપર ઘર આપી દેવા બાબતે જુસબ આઝાદ ખારા, મરિયમબેન જુસબ ખારા, નાજિયા મુસ્તફા ખારા, રસીદાબેન ઉંમર ભટ્ઠી તથા મુમતાઝબેન જુસબ ખારાએ માર માર્યો હતો. મારામારીમાં ઇજા થતાં તેને સારવાર માટે ભુજની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે.