જામનગરમાં અજંતા સોસાયટી વિસ્તારમાં રહેતા સાસુ-વહુને કોઈ ઝેરી પ્રવાહી પીવડાવી 45 હજારનાં દાગીનાની તફડંચી

જામનગરમાં અજંતા સોસાયટી શેરી નં. 1માં રહેતા સાસુ વહુને બે અજ્ઞાત આરોપીઓએ પાણી પીવાનાં બહાને મકાનમાં ધુસ્યા પછી કોઈ પદાર્થ સુંધાડી 45 હજારની કિંમતનાં સોનાના દાગીના ચોરી કરી ભાગી છૂટ્યા હોવાની ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે. આ ફરિયાદ અંગેના ઘટનાની વિગત એવી છે કે, જામનગરનાં મેહુલ સિનેમેક્સ પાછળ અજંતા સોસાયટી શેરી નં. 1માં રહેતા ધીરૂભાઈ સામતભાઈ રાઠોડનાં પત્ની જલ્પાબેન તેમજ જલ્પાબેનનાં સાસુ પ્રભાબેન પોતાના ઘરે બપોરના સમયે જમવા બેઠા હતા જે દરમ્યાન 35થી40 વર્ષની વયના બે અજ્ઞાત આરોપીઓ ઘરપાસે આવ્યા હતા અને દરવાજો ખટખટાવીને પીવાનું પાણી માંગ્યું હતું. જેથી જલ્પાબેન ઘરના દરવાજા પાસે આવ્યા હતા અને પીવાના પાણીની વ્યવસ્થા કરી રહ્યા હતા જે દરમ્યાન બંને આરોપીઓએ જલ્પાબેન તેમજ તેણીની સાસુ પ્રભાબેનને કોઈ ઝેરી પ્રવાહી પીવડાવી દઈ અથવા સુંધાડીને બે શુધ્ધ બનાવી દેવાનો પ્રયત્ન કર્યા હતો. અને જલ્પાબેન તેમજ પ્રભાબેન વગેરેએ પહેરેલા 45 હજારની કિંમતનાં સોના ચાંદીનાં દાગીના ઉતરાવી લીધા હતા. જે દાગીનાની ઊઠાંતરી કરી જવા બાબતે ધીરૂભાઈ રાઠોડએ બંને અજ્ઞાત આરોપીઓ સામે ફરિયાદ નોંધાવાઇ હતી જે ફરિયાદનાં આધારે સીટીસી ડીવીઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે॰

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *