અંજારમાં યુવકને મારમારી જાનથી મારી નાખવાની ધમકી અપાતા 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
અંજાર પોલીસ મથકે યુવકને માર મારતા 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે મુરલી વ્રજલાલ સોમેશ્વરે ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ અને તેમના મિત્ર કલ્પેશ આદિપુર જઈ રહ્યા હતા ત્યારે તેમના ભાઈ મિહિરનો ફોન આવેલ કે દેવળીયાનાકે મહાવીર ઝાલા અને અલ્પેશ ઝાલા સાથે મારો ઝઘડો થયેલ છે. મિહિરે કહેલ કે આશરે દસેક વાગ્યે હું ગંગાનાકાથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે દેવળિયાનાકા પાસે બંને શખ્સો સામે મળેલ અને ગાળો આપવા લાગેલ અને માર મારવા લાગ્યા હતા. અને કહ્યું હતું કે તારા ભાઈને કહી દેજે અમારે તેના ટાંટિયા ભાગી નાખવાના છે બીજી વાર અટકતા નહિ , નહિ તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી હતી અને લોગો એકઠા થઈ જતાં ત્યાથી ચાલ્યા ગયા હતા. પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.