ભુજમાં જ્યુબેલીસર્કલ પાસે બુલેટ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો
માધાપરથી ભુજ ડી-માર્ટ એક્ટિવાથી જઈ રહેલા દંપતીને જ્યુબેલીસર્કલ થી આગળ જલારામ પાવભાજી પાસે પહોચતા GJ-12-DH-9206 બુલેટ ચાલકે પાછળથી અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા એક્ટિવા સવાર દક્ષાબેનને ફેકચર જેવી ઇજાઓ પહોચી હતી. અકસ્માત સર્જી બુલેટ ચાલક ત્યાથી નાસી ગયો હતો. આ અંગે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે બુલેટ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.