અંજારની ટ્રાન્સપોર્ટ પેઢીને મોરબીની કંપનીએ 2760701 ન ચૂકવી છેતરપિંડી આચરી

અંજારમાં દિવ્યરાજ લોજીસ્ટિક્સ નામની ટ્રાન્સપોસ્ટે વિશ્વાસઘાત થયો હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબીના હર્ષ બચભાઈ અગોલાએ ફોન પર વાત કરી મૌખિક રીતે રામોસ કંપનીમાથી ટાઈલ્સ ભરી મુન્દ્રા પોર્ટ પર ટ્રાન્સફર કરવાનું નક્કી કર્યું હતું. આ આધારે ટાઈલ્સ પહોચાડવાની કામગીરી કરવામાં આવી હતી જેનું ભાડું 4060701 થયું હતું. કંપનીએ 1300000 નું ચૂકવણું કર્યું હતું જ્યારે બાકીની રકમ અનેક વાર પૂછવા અને માંગવા છતાં આપવામાં આનાકાની કરી વિશ્વાસઘાત કર્યો હતો. આથી જીગર જીતેન્દ્ર ગઢવીએ પોતાની સાથે થયેલ વિશ્વાસઘાતની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.