ગાંધીધામ તાલુકાના ભારાપરથી કંડલા જતી માલગાડીમાંથી ચોરી થતી હોવાની ઘટનાનો વિડીયો વાયરલ

ગાંધીધામ તાલુકાના ભારાપરથી કંડલા જતી માલગાડીમાંથી ચોરી થતી હોવાની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સામાન લાદેલી ટ્રકો ઉપર ચડીને બેગમાં કટ મારી માલની બોરીઓ બાઇક ઉપર લઈ ચોર શખ્સો ફરાર થઈ જાય છે. ટ્રકની પાછળ રહેલા અન્ય ટ્રક ચાલકે આ સંપૂર્ણ ઘટનાનો વિડિયો ઉતાર્યો હતો. જે સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે.ગાંધીધામની આસપાસનાં વિસ્તારોમાં ટ્રકમાંથી માલ સામાન ચોરીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે ટ્રાન્સપોર્ટરોમાં ચિંતા ફેલાઈ છે,કારણકે  ચોર શખ્સો આ રીતે બેખૌફ થઈને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. હાલ તો ટ્રાન્સપોર્ટ માલિકો આવી ચોરીની ઘટનાઓથી ક્યારે મુક્તિ મળશે તેવી માંગ કરી રહ્યા છે.