રાપર તાલુકા ના પલાંસવા નજીક જાણી જોઈને પેટા કેનાલ તોડી પાડવા મા આવી

વાગડ વિસ્તારની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલમાં નર્મદા ના નીર વહી રહયા છે જેનો લાભ ખેડૂતો ને મળી રહયો છે ત્યારે આડેસર થી ગાગોદર જતી પેટા કેનાલ મા ગત રાત્રે જાણી જોઈને બે જેસીબી મશીન દ્વારા પલાંસવા માખેલ વચ્ચે તોડી નાખવા મા આવી હતી જેના કારણે લાખો લીટર પાણી વહી ગયું હતું અને આજુબાજુ ના અનેક ખેતરોમાં વાવેતર કરવામાં આવેલ જીરુ રાયડો ઘઉં સહિતના અન્ય શિયાળું પાક ને નુકસાન થયું હોવાનું કાનમેર ના સરપંચ રામજીભાઈ રાજપુત દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ અંગે સરપંચ રામજીભાઈ રાજપૂત એ જણાવ્યું હતું કે  ગત રાત્રે નવ વાગ્યા ની આસપાસ પલાંસવા માખેલ વચ્ચે બે જેસીબી દ્વારા કેનાલ જાણી જોઈને તોડી પાડવા મા આવી હતી આ અંગે આડેસર પોલીસ મથકે જાણ કરવામાં આવી છે અને નર્મદા નિગમના અધિકારીઓ ને પણ જાણ કરવામાં આવી છે આ કેનાલ તોડી નાખવા ના લીધે અનેક ખેડૂતો ના ખેતરો નો શિયાળું પાક ધોવાઈ ગયો હતો ત્યારે આવું કૃત્ય કરનારા લોકો સામે પગલાં લેવા જોઇએ તેવી માંગણી ખેડૂતો એ કરી છે એક તરફ રવિ પાક ની સિજન શરૂ થઈ છે ત્યારે કેનાલ તોડી નાખવા મા આવતા ખેડૂતોને પીયત માટે પાણીની સમસ્યા ઉભી થાય તેમ છે તો તાત્કાલિક અસરથી આ કેનાલ રિપેર કરવા માટે અને કેનાલ પર એસઆરપી બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ કરાઈ છે