આદિપુરમાં ઘરની બહાર પાર્ક કરેલ બાઇક ચોરાઇ
આદિપુર પોલીસ મથકે બાઇક ચોરીનો થઈ હોવાની ઘટના નોંધાઈ છે. જગદીશભાઇ વિજાનંદભાઈ સોલંકીએ આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા. 19-12ના રાત્રિના દસ વાગ્યના અરસામાં પોતાની માલીકીની GJ-32-એમ-5067 બાઇક મકાનની આગળ શેરીમાં પાર્ક કરીને સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે આશરે સાડા આઠ વાગ્યાના અરસામાં બાઇક લેવા જતાં બાઇક પાર્ક કરેલ જગ્યા પર જોવા મળ્યું ન હતું. આસપાસના વિસ્તારમાં બાઇક અંગે તપાસ કરતાં બાઇક અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ ન હતી. પોલીસે આ અંગે ચોર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.