ગાંધીધામ રેલવે સ્ટેશનના પાર્કિંગમાથી બાઈકની ઉઠાંતરી

ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમા બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવાઈ છે.ફરિયાદી પ્રણયકુમાર અનિલકુમાર રાજપૂતના જણાવ્યા અનુસાર, તેઓ ગાંધીધામ ખાતે રેલવેમાં ટ્રેન મેનેજર તરીકે ફરજ બજાવે છે. તા.18-12ના ગાંધીધામ રેલવે સ્ટેશનથી માલગાડી લઈને અમીરગઢ રેલવે સ્ટેશન જવાનું હોઈ પોતાની માલિકીનું જીજે-12-DN-8735 બાઇક રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં ગાંધીધામ રેલવે સ્ટેશન ગાર્ડ-ડ્રાઈવર લોબીના પાર્કિંગમાં પાર્ક કરી અમીરગઢ જવા રવાના થઈ ગયા હતા. તા.20-12ના ગાંધીધામ પરત આવી બાઇક લેવા જતાં બાઇક પાર્ક કરેલ સ્થળ પર જોવા મળ્યું ન હતું. પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.