ડેબિટ કાર્ડની ચોરી કરી ડેબિટ કાર્ડ માથી ટ્રાન્ઝેક્શન કરી રૂપીયા ઉપાડનાર ચોર ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ
ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટાફના માણસોને આપેલ સુચના તથા માર્ગદર્શન અન્વયે ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે આરોપી ગેલાભાઈ પુંજાભાઈ ૫૨મા૨ ઉવ.૨૭ રહે.મચ્છુનગર ઈન્દીરાનગર ફાટકની પાછળ, જેને ગાંધીમાર્કેટ પાસે ગાંધીધામ ખાતેથી પકડી તેના પાસેથી બંધન બેંકનું ડેબિટ કાર્ડ અને તેમાંથી ઉપાડેલ રકમ અને મોબાઈલ સહિત 24,500નો મુદ્દા માલ કબ્જે કરવામા આવ્યો હતો.
કામગીરી પીઆઇ એ.બી પટેલ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે