બગોદરા ખનિજ ચેક પોસ્ટ રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા એક થી સવા કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

અમદાવાદ જિલ્લાની અતિ સંવેદલસીલ ચેકપોસ્ટ બગોદરા ની કહેવાય છે આ ચેક પોસ્ટ ઉપર રોયલ્ટી વગર ઓવરલોડ ખનીજ ભરીને ડમ્પરો ખુલ્લેઆમ જતા હતા અને સરકારને કરોડોનું નુકસાન પરંતુ અમદાવાદના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી યશ જોષી સાહેબ એ આ ચેકપોસ્ટ ઉપર ઓગસ્ટ મહિનાથી રોયલ્ટી ઈસ્પેક્ટર રાકેશભાઈ નંદાણીયા અને અનિષ ચોકીયાની નિમણૂક કરતા હાઇવા ડમ્પો સિજ કરેલા છે આ ચેક પોસ્ટ પર મોટા માથાઓ અને રાજકીય પીઠબળ ધરાવતા ખનીજ માફિયાઓની કોઈપણ જાતની શેર શરમ વગર કે ડર વગર આવી ઉત્તમ  કામગીરી આ બંને રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી છે અને સ્વાભાવિક છે કે આવી કાયદેસરની કાર્યવાહી કરવાથી ખોટા અક્ષેપો પણ  લાગી શકે છે પરંતુ હકીકત સામે દેખાય છે વાત કરીએ ડિસેમ્બર મહિનાની તો પાંચ બ્લેક્ટ્રેપ ખનીજ ભરેલા ડમ્પરો તથા પાંચ કાર્બોસેલ ખનીજ ભરેલા ડમ્પર સીઝ કરવામાં આવેલ છે અને  એક થી સવા કરોડનો મુદ્દામાલ જપ્ત કરેલ છે અને નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર