સી.એન.જી રીક્ષામાં સંતાડેલ ભારતિય બનાવટની વિદેશી દારૂ બોટલ નંગ-૬૦ તથા સી.એન.જી રીક્ષા તથા બે મોબાઇલ મળીને કુલ મુદામાલ રૂ.૯૦,૦૦૦/- સાથે બે આરોપીઓ ઝડપી પાડતી કેરાળા GIDC પોલીસ,અમદાવાદ ગ્રામ્ય ”

             મહે.અમદાવાદ રેન્જ આઇ.જી.પી.શ્રી વી.ચંન્દ્રશેખર સાહેબ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી અમીત વસાવા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક ધોળકા વિભાગ ધોળકા નાઓની સુચનાથી જીલ્લામા જુગાર- પ્રોહીની ગેર-કાયદેસર પ્રવુતી સદંતર નેસ્તનાબુદ કરવા સારુ પોલીસ ઇન્સ્પેકટર શ્રી. એચ.સી.ગોહીલ સાહેબ કેરાળા GIDC પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ્ટેશન વિસ્તારમા ૩૧ ડીસેમ્બર અનુસંધાને પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અ.હે.કો જયવીરસિંહ મોહબતસિંહ બ.નં-૮૦૧ નાઓને ખાનગી રાહે બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે મોજે કેરાળા તરફથી બલદાણા ગામ તરફથી એક સી.એન.જી રીક્ષા જેનો નંબર જી.જે-૦૧-ડી.વાય.-૮૨૯૫ મા બે ઇસમો ઇંગ્લીશ દારુ ભરીને લગદાણા ગામ તરફ જનાર છે જે મળેલ ચોકકસ બાતમી આધારે યોગ્ય વોચ તપાસ ગોઠવી પ્રોહિ રેઇડ કરી સી.એન.જી રીક્ષા સાથે બે આરોપીઓ (૧) અજયભાઇ રમેશભાઇ સોલંકી જાતે.દેવીપુજક ઉ.વ-૨૫ (૨) વિજયભાઇ રમેશભાઇ સોલંકી જાતે.દેવીપુજક ઉ.વ-૨૧ બન્ને.રહે-રાણેસર દેવીપુજકવાસ તા બાવળા જી.અમદાવાદ નાઓને રેઇડ દરમ્યાન કુલ મુદામાલ રૂ.૯૦,૦૦૦/- સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી કેરાળા GIDC પોલીસ.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી    પો.ઇન્સ એચ.સી.ગોહીલ (૧) અ.હે.કો જયવીરસિંહ મહોબતસિંહ (૨) અ.હે.કો રાજેન્દ્રસિંહ કાળુભાઇ (૩) અ.હે.કો દિલીપસિંહ આશાભાઇ (૩)અ.હે.કો કિરીટસિંહ બટુકસિંહ (૪) આ.પો.કો મહેંદ્રસિંહ ભુપતસિંહ (૫) અ.પો.કો કપીલકુમાર ચીમનભાઇ

                                                                     (એચ.સી.ગોહીલ)

                   પોલીસ ઇન્સ્પેકટર

                 કેરાળા GIDC પોલીસ સ્ટેશન