ભુજમાં નજીવી બાબતે માથાકૂટ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

ભુજમાં નજીવી બાબતે માથાકૂટ થતાં મામલો પોલીસ મથકે પહોચ્યો. હુસેન લધાભાઈ થઈમે ભુજ બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, ગઈ કાલે બપોરના આશરે ત્રણેક વાગ્યાના અરશામાં ઘરેથી બહાર જઈ રહ્યા હતા ત્યારે નરેશભાઈની દુકાનની બહાર ઓટલા ઉપર નજીર મેમણ ઉર્ફે બેટરી બેઠો હતો. તે દરમિયાન તેની પાસેથી પસાર થતાં નજીરે તેની પર થૂંક ઉડાડતા ફરિયાદીએ તેને કહેલ કે તું મારી પર થૂંક કેએમ ઉડાડે છે. આથી નજીર ગાડો બોલવા લાગતાં ગાડો બોલવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને મારમારી ધક્કો દઈ નીચે પાડી દીધો હતો. તેમજ બાજુમાં પડેલ ધોકો લઈ આંખના ઉપરના ભાગે માર્યો હતો. રાડારાડી કરતાં આસપાસના લોકો એકત્ર થઈ જતાં આરોપી નજીર ત્યાથી ચાલ્યો ગયો હતો. સારવાર માટે જી.કે જનરલ હોસ્પિટલ જતાં ત્યાનાં તબીબે આંખના ઉપરના ભાગે બે ટાંકા આવેલ હોવાનું જણાવ્યુ હતું. આ અંગે પોલીસે આરોપી નજીર મેમણ ઉર્ફે બેટરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.