ભુજમાં જાહેર જગ્યા પર પાર્ક કરેલ બાઇક ચોરાઇ

ભુજ એ ડિવિઝન પોલીસ મથકે જાહેર જગ્યા પર પાર્ક કરવામાં આવેલ બાઈકની ચોરી થઈ જવાની ઘટના નોંધાઈ છે.

આ અંગે ફરિયાદ નોંધાવતાં વિષ્ણુ મુળજીભાઈ વાળંદે જણાવ્યુ હતું કે, તા.24-12ના રાત્રિના સાડા નવ વાગ્યાના અરશામાં નોકરી પર મુંદ્રા જઈ રહ્યા હતા તે દરમિયાન પોતાની માલિકીનું GJ-12-EA-9024 બાઇક હેંડલોક મારી લેવા પટેલ હોસ્પિટલ બાહર આવેલ જાહેર જગ્યા પર પાર્ક કર્યું હતું. બીજા દિવસે સવારના નવ વાગ્યાના અરશામાં ભુજ પરત આવી બાઇક લેવા જતાં પાર્ક કરેલ સ્થળ પર બાઇક જોવા મળ્યું ન હતું. આ અંગે આસપાસ તપાસ કરવામાં આવતા બાઇક ક્યાય મળી આવી ન હતી. પોલીસે અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.