ગાંધીધામમાં જાહેર જગ્યામાં ગંજીપાના વડે જુગાર રમતા 4 જુગારીઓ ઝડપાયા
 
                ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે 4 પતાપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નવી સુંદરપુરી પાણીના ટાંકા પાસે આવતા ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, અંજનાબેન ગોસ્વામીના (રહે. નવી સુંદરપુરી) ચામુંડા પકવાન સેન્ટર વાળી ગલીમાં મકાનની બહાર ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો સાથે ગંજીપાના વડે તીન પત્તીનો રૂપિયાનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસ સ્ટાફ બાતમીવાળા સ્થળ પર જઈ દરોડો પાડી ગોળ કુંડાળું કરી જુગાર રમી રહેલા 4 શખ્સોને ઝડપી પાડી 42000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ:
- જયશ્રીબેન મોહનદાસ વાદવાની ઉ.વ. 42 રહે, ભાગેશ્રી ટાઉનશીપ-2 પ્લોટ.નં.112 અંજાર
- અંજનાબેન ગૌરીશંકર ગોસ્વામી ઉ.વ. 38 રહે, નવી સુંદરપુરી ચામુંડા પકવાન સેંટરવાળી ગલી, ગાંધીધામ
- ઓસ્માણભાઈ અલીમામદ સમા ઉ.વ.36 રહે, વર્ષામેડી કન્યા શાળાની બાજુમાં, વરસામેડી, અંજાર
- ભરતભાઈ દાનાભાઇ આહીર ઉ.વ.51 ઉ.વ. 51 રહે, ગોકુળધામ સોસાયટી, મીઠીરોહર તા. ગાંધીધામ
 
                                         
                                        