રાપરના ખીરઈમાં માતાજીનાં મંદિરમાથી 1,56,600ની તસ્કરી

રાપર પોલીસ મથકે માતાજીનાં મંદિરમાથી ચોરી થઈ જવાની ઘટના નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર રાપરના ખીરઈમાં અંબાજી માતાના મંદિરમાં ચોરીને અંજામ અપાયો છે. ગઈ કાલે સવારે સાડા છ વાગ્યાના અરસામાં પૂજારી મંદિરે પૂજા કરવા જતાં દરવાજાના તાળાં તૂટેલા જોવા મળતા ચોરી અંગે જાણ થઈ હતી. આ અંગે ગામના લોકોને જાણ કરવામાં આવતા મંદિરે જઈને તપાસ કરતાં મંદિરના દરવાજાનો નકૂચો તૂટેલો નજરે પડ્યો હતો. મંદિરની અંદર તપાસ કરતાં 12 નગ છતર, ચાંદીની અંબાજીની મુર્તિ, ચાંદીની ગાયની મુર્તિ, ચાંદીનો ગરબો, ચાંદીનું શ્રીફળ , ચાંદીનું ત્રિસુલ, ચાંદીના પાંચ પાન એમ મળી 1,36,500ની ચાંદી તેમજ 20100 સોનાની ચેન મળી કુલ.કી.રૂ. 1,56,600ની ચોરીને અજાણ્યા ચોર શખ્સે અંજામ આપ્યો હતો. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.