ગાંધીધામમાં ઘરમાથી દીનદહાડે 6,15,000ની તસ્કરી
 
                ગાંધીધામમા દીનદહાડે ચોરી થઈ જવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. રમેશભાઈ જખુભાઈ મહેશ્વરીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, ગઈ કાલે સવારે આગિયારેક વાગ્યે તેમનો દીકરો અને દીકરી કપડાની ખરીદી કરવા અર્થે અંજાર ગયા હતા અને તેમના પત્ની નયનાબેન સાથે બપોરના બારેક વાગ્યાના અરસામાં ગેસની સગડી લેવા ગાંધીધામ મધ્યે આવેલ ક્રોમાં મોલમાં ગયા હતા. મોલમાથી સગડી લઈ બપોરે આશરે અઢી વાગ્યાના અરશામાં પરત આવી ઘરનો દરવાજો ખોલી અંદર જતાં ઘરના પાછળનો દરવાજાનો નકૂચો તૂટેલો હતો. અને ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં નજરે પડ્યો હતો. લાકડાનો કબાટ ખુલેલ હતો અને સમાન વેરવિખેર જોઈ તપાસ કરતાં પોતાના દીકરાના બચતના 2,55,000 રોકડાનો પાકીટ જોવા મળ્યો ન હતો. દીકરીના 2 સોનાના હાર કિમત.રૂ.1.50,000 ,4 નંગ સોનાના કાંપ કિમત રૂ. 60,000, સોનાની 2 નંગ સરની કિમત.રૂ. 15,000, સોનાનો ચેઇન કિમત.રૂ. 40,000, ચાંદીના પટ્ટા નંગ 6ની કિ6000, સોનાની વીંટી નંગ 8ની કિમત.80,000, સોનાનું પેંડાલ કિ.4000, સોનાની કાનમાં પહેરવાની રિંગ નંગ2ની કિ.5000 જોવા મળ્યા ન હતા. આમ કુલ સોના ચાંદીના દાગીના 3,60,000 તેમજ પાકિટમાં રહેલા 2,55,000ની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
 
                                         
                                        