ફતેહગઢના પી.એચ.સી. સેન્ટરમાથી ઈનવેટરની ચોરી

copy image

રાપરના ફતેહગઢમાં પી.એચ.સી. સેન્ટર લેબોરેટરી રૂમની બહાર રાખેલ ઇન્વેટરની ચોરી થઈ જતાં રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે રાજનભાઈ અરવિંદભાઈ રામાણીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, છેલ્લા પાંચેક મહિનાથી ફતેહગઢમાં પી.એચ.સી.માં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. તા.18-12ના સાંજના પાંચેક વાગ્યે નોકરી પુરી થતાં પૂરો સ્ટાફ પોતાના ઘરે જતો રહ્યો હતો. બીજા દિવસે 19-12ના સવારના સાડા નવ વાગ્યાના અરસામાં તેઓ પી.એચ.સી આવ્યા ત્યારે સતિષભાઇ વાલજીભાઈ સોલંકીએ વાત કરેલ કે લેબોરેટરી રૂમની બહાર લગાવેલ ઈનવેટર જોવા મળ્યું ન હતું અને તેની વાયરિંગ કાપેલ છે. આથી ચોરી થઈ ગયું હોવાનું જણાઈ આવ્યું હતું. આ ઇન્વેટર 15-12ના 6000માં ખરીધ્યું હતું. જેની ચોરી થઈ જતાં સ્ટાફમાં પૂછપરછ કરવામાં આવતા કોઈ જાણકારી મળી ન હતી. રાપર પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.