ગાંધીધામમાં દારૂ સાથે એક શખ્સ ઝડપાયો: 21,680નો મુદ્દામાલ જપ્ત

ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગાંધીધામ લવ ગાર્ડન પાસે રહેતો પંકજ જયંતિલાલ ધોલપરિયા પોતાની ટેલરની દુકાનની ઉપરના ત્રીજા માળે આવેલ ટેરેસના ઉપરના ભાડાના રૂમમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી ગેરકાયદેસરરીતે વેપલો કરે છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા આરોપી દુકાનમાં હજાર મળી આવ્યો હતો. ત્રીજા માળે આવેલ રૂમમાં તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 36 બોટલો મળી આવી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી 21,680નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે આરોપીને મુદ્દામાલ અંગે પૂછપરછ કરતાં ઝડપાયેલા આરોપીએ આ દારૂની બોટલો સતિષ ભરવાડ આપી ગયો હોવાની કબૂલાત કરી હતી. આરોપી સતિષ દરોડા દરમિયાન હાજર મળી આવ્યો ન હતો. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓ:

  1. પંકજ જયંતિલાલ ધોલપરિયા રેગર  રહે, ભારતનગર મ.નં.774 વોર્ડ-11/એ ગુરૂકૃપા સોસાયટી, ગાંધીધામ
  2. સતિષ ભરવાડ  રહે, ગાંધીધામ