વાહન ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરતી નખત્રાણા પોલીસ

મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી. ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ વાહન ચોરીના તેમજ મિલ્કત સંબંધી કેશો શોધી કાઢવા સુચના આપેલ. જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પો.ઇન્સ.શ્રી ડી.એસ.ઇસરાણી સાહેબ

તથા નખત્રાણા પોલીસ સ્ટાફના કર્મચારીઓ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા અને વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન દેવીસર ગામ પાસેથી એક સફેદ કલરની અલ્ટો ૮૦૦ મારુતીની કાર આવતા અને તેનામાં આગળ પાછળ નંબર પ્લેટ લાગેલી ન હોઈ તે વાહન ઉભુ રખાવી ચેક કરતા વાહન ચાલક રમજાન નુરમામદ સમા ઉવ.૨૩ રહે.નાના દિનારા તા.ભુજ વાળાને આ વાહનના રજીસ્ટ્રેશન કાગળો બાબતે તેમજ માલીકી બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિં અને આ વાહનના કોઈ આધાર પુરાવાઓ રજુ કરેલ નહિં અને પોતાને આ વાહન અમીર ઓસમાણ સમા રહે.મુળ- ધ્રોબાણા તા.ભુજ હાલે રહે- ગાંધીનગરી ભુજ વાળાએ આપેલ હોવાનું જણાવેલ આ સીવાય કોઈ આધાર પુરાવાઓ રજુ કરેલ નહિં અને આ વાહનની ઝડતી તપાસ કરતા પાછળની સીટના નીચેના ભાગેથી બે નંબર પ્લેટ મળી આવેલ અને તે નંબર પ્લેટ જોતા રજીસ્ટ્રેશન નંબર- જીજે ૦૨ બી.એચ.૬૪૩૬ હોઈ તેમજ વાહન આપનાર વ્યક્તી અમીર સમાના ચોક્કસ સરનામા તથા મોબાઇલ નંબર બાબતે વાહન ચાલકને પુછતા કોઇજ સંતોષકારક જવાબ આપેલ નહિં તેમજ વાહનના કોઈ પણ આધાર પુરાવાઓ કે રજીસ્ટ્રેશન કાગળો રજુ કરેલ નહિં જેથી આ વાહન તેણે ચોરી કે છળકપટથી મેળવેલ હોય તેમ જણાતા આ મુદામાલ વાહન જેના રજીસ્ટ્રેશન નંબર- જીજે ૦૨ બી.એચ.૬૪૩૬, ચેસીસ નંબર- MA3EUA61S00 348789, એન્જીન નંબર-F8DN 5134416 વાળી જેની કુલ કિ.રૂ.૮૦,૦૦૦/- ગણી તપાસ અર્થે સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી તેમજ ઉપરોક્ત રમજાન નુરમામદ સમા ઉવ.૨૩ રહે.નાના દિનારા તા.ભુજ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરેલ અને પોકેટકોપની મદદથી વાહન બાબતે માહીતી મેળવતા આ વાહન પ્રકાશ રાજેન્દ્રભાઇ બારોટ રહે મહેસાણા ની માલીકીનું હોવાનું જણાઇ આવેલ તેમજ આ બાબતે મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશને ખાત્રી કરતા આ વાહન તા.૨૧/૦૯/૨૦૨૨ના રોજ મહેસાણા ખાતેથી ચોરી થયેલ હોવાનું અને વાહન માલીકે આ બાબતે મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ હોવાનું જણાઈ આવેલ જેથી આગળની કાર્યવાહી માટે મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ:-

(૧) સફેદ કલરની અલ્ટો ૮૦૦ મારુતીની કાર રજીસ્ટ્રેશન નંબર- જીજે ૦૨ બી.એચ.૬૪૩૬, ચેસીસ નંબર- MA3EUA61500 348789,એન્જીન નંબર-F8DN 5134416 વાળી કિ.રૂ.૮૦,૦૦૦/- કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી-

ઉપરોક્ત કામગીરીમાં ઈન્ચાર્જ પો.ઇન્સ.શ્રી ડી.એસ.ઇસરાણી તથા એ.એસ.આઇ મુકેશકુમાર સાધુ તથા પો.કોન્સ. નરેન્દ્રસિંહ સોઢા તથા પો.કોન્સ. મયંકભાઇ જોષી તથા પો.કોન્સ મુકેશસિંહ પરમાર એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ.