ભુજમાં ગાડી પાર્ક કરવા બાબતે યુવકને મારમરાતા ફરિયાદ નોંધાઈ

ભુજમા ગાડી પાર્ક કરવા બાબતે બોલાચાલી કરી યુવકને ગાડો આપી મારમારી શરીરે ઇજાઓ પહોચાડતા શખ્સ વિરુદ્ધ ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે રાકેશભાઈ હીરાલાલ બાળાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતુ કે, તેઓ પોતાના પત્ની અને દીકરાની તબિયત ખરાબ હોઈ સારવાર અર્થે હોસ્પિટલ ગયા હતા. પુત્ર માહિરની દવા લેવા અર્થે કલરવ ચિલ્ડ્રન હોસ્પિટલ ડોમીનોઝ પીઝાની સામે ફરિયાદીએ પોતાની GJ-01-KZ-4517 ગાડી પાર્ક કરીને હોસ્પિટલ જતાં હતા ત્યારે એક શખ્સ આવેલ અને ફરિયાદીને કહેલ કે આ ગાડી અહીથી હટાવી લો, આ ગાડી અહી નડતરરૂપ છે. જેથી ફરિયાદીએ જણાવ્યુ હતું કે તેમના પુત્રની તબિયત ખરાબ હોવાથી દવા લેવા જઈ રહ્યા છે થોડી વારમાં જ ગાડી હટાવી લઈસ. જેથી આ શખ્સ ઉશ્કેરાઈ જઈ ગાડો આપવા લાગ્યો હતો. ફરિયાદી રાકેશભાઈએ ગાડો બોલવાની ના પાડતા હાથ તથા પગ વડે ગડદાપાટુંનો માર મારવા લાગ્યો. ફરિયાદીએ પોલીસને ફોન કરતાં આ શખ્સે જણાવ્યુ હતુ કે,તારે જેને કહેવું હોય એને કહી દેજે મારુ નામ વિનોદ રબારી છે,અને હું માધાપરમાં રહું છું અને તારાથી થાય તે કરી લેજે કહી જતાં જતાં ફરિયાદીને ધમકી આપી હતી કે પોલીસને ફરિયાદ કરી તો તને જાનથી મારી નાખીશ કહી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ ત્યાં પોલીસ આવી ગઈ હતી. ફરિયાદીને ઇજાઓ પહોચી હોવાથી જી.કે.જનરલ હોસ્પિટલ સારવાર અર્થે જતાં ફરજ પરના ડોક્ટરે મુંઢ ઇજાઓ પહોચી હોવાનું જણાવ્યુ હતું. પોલીસે વિનોદ રબારી રહે. માધાપરવાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.