આદિપુરમાં મિત્ર પાસેથી લીધેલ ઉછીના નાણાં પરત ન આપી સકતા 7 શખ્સો દ્વારા યુવકને માર મરાયો

આદિપુરમાં મિત્ર પાસેથી લીધેલ ઉછીના નાણાં સગવડના અભાવે ન ચૂકવાતા એ વાતનું મનદુખ રાખી યુવકને 7 શખ્સોએ માર માર્યો હોવાની ઘટના આદિપુર પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં દિવ્યરાજસિંહ નરપતસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, તેઓ તોલાણી કોલેજમાં અભ્યાસ કરે છે. તેમણે 2 મહિના પૂર્વે પોતાના મિત્ર પાસેથી 8000 રૂપિયા ઉછીના લીધા હતા. ફરિયાદી પાસે રૂપિયાની સગવડ ન થતાં રૂપિયા પરત ચૂકવી શક્યો ન હતો. તા.28ના આશરે દોઢેક વાગ્યાના અરસામાં ફરિયાદી પોતાના મિત્ર પાર્થરાજસિંહ જાડેજા તથા દેવ રાઠોડ સાથે એ.વી.હૉલ સામે પાર્કિંગવાળી જગ્યાએ હતા. તે સમય દરમિયાન ઓમ તથા તેની સાથે વિજય ગઢવી અને ચિરાગ ત્રણેય બાઇક પર આવ્યા હતા અને બાઇક પરથી નીચે ઉતરી વિજય ગઢવીએ ફરિયાદીને કહું હતું કે, ઓમ બારોટ પાસેથી લીધેલ રૂપિયા આપી દે. ફરિયાદીએ વિજય ગઢવીને જણાવ્યુ હતું કે, હાલમાં મારી પાસે રૂપિયા નથી.રૂપિયા થસે એટલે ઓમને આપી દઇશ. આથી વિજય ગઢવી ઉશ્કેરાઈ જઈ ગાળો આપવા લાગતાં ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડી હતી.જેથી  આ 3ત્રણેય શખ્સોએ ફરિયાદીને ગાડો આપી ધકબુશટ તથા પટ્ટા વડે પીઠના ભાગે માર માર્યો હતો. તે દરમિયાન વિજય ગઢવીનો ભાઈ અર્જુન ગઢવી બીજા ત્રણ માણસો સાથે બાઇક પર આવ્યો હતો અને અર્જુને ધોકા વડે અને તેની સાથે બાઈકમાં આવેલ ત્રણ શખ્સોએ ફરિયાદીને મારમારી ત્યાથી ભાગી ગયા હતા. ત્યારબાદ ફરિયાદીને સારવાર અર્થે માતૃસ્પર્શ હોસ્પિટલ ખસેડાયો હતો. તે દરમિયાન ફરજ પરના તબીબે ડાબા પડખાના ભાગે ફેકચર તથા અન્ય ભાગે મૂઢમાર જેવી ઈજાઓ પહોચી હોવાનું જણાવ્યુ હતું. આદિપુર પોલીસે આ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.