અબડાસના સુથરી સીમમાં પવનચક્કીના 11,700ના વાયરોની તસ્કરી

અબડાસાની સુથરી સીમમાથી પવનચક્કીના 3 નંગ કિમ.રૂ. 11700ના વાયરોની ચોરી થઈ હોવાની ફરિયાદ કોઠારા પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે ફરિયાદી મજીદ અભુભખર સુમરાના જણાવ્યા અનુસાર તેઓ રેયાન્સી સિક્યુરીટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. તા.2-12ના તેમને સાડા દસેક વાગ્યાના અરસામાં સુઝલોન કંપનીના સાઇટ ઇન્ચાર્જ સિનિયર ઇંજિનિયરનો ફોન આવેલ કે પવનચક્કીમાં એરર આવતા તેની તપાસ કરવામાં આવતા કેબલ વાયર કટિંગ કરી કોઈ અજાણ્યા ચોરે ચોરી લીધું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ઘટના સ્થળ પર જઈ વધુ તપાસ કરતાં 3 કેબલ વાયરો કોઈ ઓજાર વડે કાપેલ જોવા મળ્યા હતા. આ ચોરી સવારે 4થી 8:30 દરમિયાન થઈ હોવાનું જાણવા મળ્યું હતું. 3 નંગ અટેલે કે 180 મીટર કેબલ વાયર જેની કિ.રૂ.11700 ની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.