ભચાઉ સામખીયારી હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત: બાઈક ચાલક ઇજાગ્રસ્ત

ભચાઉ સામખીયારી હાઇવે પર ટ્રક ચાલકે પોતાના કબ્જામાં રહેલ GJ-12-BF-9696 ટ્રક પૂરઝડપે બેદરકારીથી રોંગ સાઇડમાં ચલાવી બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર તા.31-12ના આશરે સાંજે 6 વાગ્યાના અરસામાં GJ-12-BP-9434નોબાઈક ચાલક પેટ્રોલ પંપ પર નોકરી પૂરી કરી ઘરે પરત આવી રહ્યો હતો તે દરમિયાન GJ-12-BF-9696ના ટ્રક ચાલકે ચામુંડા હોટેલ પાસે રોંગ સાઇડમાં આવી બાઈક સાથે અથડાતાં બાઈક ચાલક નીચે પડી ગયો હતો. બાઈક ચાલકને સારવાર અર્થે પટેલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે જમણા હાથ અને પગમાં ફેકચર તથા શરીરે છોલછાભ જેવી ઇજાઓ પહોચી હોવાનું જણાવ્યુ હતું. ભચાઉ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.