મીઠીરોહર સીમમાં આવેલા એક વાડામાંથી 23 લાખનું પેટ્રોલિયમ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પૂર્વ-કચ્છ ગાંધીધામ

copy image

ગાંધીધામ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મીઠીરોહર જતાં કાચા રસ્તા તરફ ચામુંડા લોજિસ્ટિકના વર્કશોપ વાડામાં GJ-12-BT-9535 ટેન્કરમાં પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો સંગ્રહ કરી અન્ય વાહનોમાં ઈંધણ તરીકે ઉપયોગ કરવાના હેતુથી સંગ્રહ કરાયો છે.

પોલીસે બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડતા એક શખ્સ હાજર મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરવામાં આવતા પોતાનું નામ રસિક પરસોતમભાઇ જોષી અને વર્કશોપમાં વાહનોના મેઈન્ટેનન્સનું કામ કાજ સંભાળતો હોવાનું જાનાવ્યું હતું. અહીં ઉભેલા ટેન્કર નંબર GJ.12 BT.9535 ની તપાસ કરવામાં આવતા આ વાહનમાં રૂ. 20 લાખનો 29 હજાર લિટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ ભરેલો હોવાનું સામે આવ્યું હતું તથા તેના વાલ્વમાં લિટરની ક્ષમતા માપણી કરવાનું વીજ મીટર, પાઈપ વગેરે જોડાયેલા નજરે પડ્યા હતા. આ વાડામાં હાજર રસિક પરષોત્તમ જોશીની પૂછપરછ કરાતાં આ ટેંકર થકી અન્ય વાહનોમાં ઈંધણ ભરીને આ શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ ભરાતો હોવાની તેણે કબૂલાત કરી હતી. તેમજ વાડાનો માલિક, ટેક્રર માલિક અંતરજાળનો દેવજી માદેવા મ્યાત્રા નામનો શખ્સ આ બધું સંભાળતો હોવાનું જાણવા મળ્યું હતું. બી-ડિવિઝન પોલીસે આ અંગે સરકારના ધારા-ધોરણ મુજબના કોઈ પણ પરવાના વિના, કોઈ સેફ્ટી સાધનની વ્યવસ્થા વિના માનવજિંદગી જોખમાય, અને લોકોની તંદુરસ્તી જોખમાય તે રીતે ઉપયોગ કરવાના હેતુથી GJ.12 BT.9535 ટેન્કર રૂ.20,00,000, ઇલેક્ટ્રીક મશીન સાથે જોડાયેલ પાઈપ મળી કુલકિમત.રૂ. 43,25,000નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.