ભચાઉ તાલુકાનાં જડસા ગામે પોલીસ પર હુમલો કરનાર ફરાર શખ્સ પકડાયો

ભચાઉ તાલુકાનાં જડસા ગામમાં પોલીસ પર હુમલો કરનાર અને તડીપાર કરાયેલા શખ્સને સામખિયાળી પોલીસની ટીમે પકડી પાડ્યો હતો. પોલીસના સતાવાર સાધનોના જણાવ્યા મુજબ શખ્સ માવજી મોતી કોલી પોતાના ઘરે આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસ ટીમ જડસા ગઈ હતી. પોલીસને જોઈને શખ્સએ ફરાર થવાની પેરવી કરી હતી. પરંતુ પોલીસે તેને પકડી પાડ્યો હતો. પહેલા પોલીસ શરાબ ઝડપવા ગઈ હતી ત્યારે શખ્સ પોલીસ પર હુમલો કરી ગુમ થઈ ગયો હતો. તેમજ તેને ભચાઉ એસડીએમએ કચ્છ જિલ્લામાંથી બે વર્ષ માટે તડીપાર પણ કરાયો હતો. પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *