ગાંધીધામ શહેરની ભાગોળે ટેન્કરમાંથી કેમિકલની તસ્કરી બે આરોપી જબ્બે

ગાંધીધામ શહેરની ભાગોળે ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરતાં બે આરોપીઓને પકડી પાડ્યા હતા. જ્યારે એક આરોપી નાસવામાં સફળ રહ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પૂર્વબાતમીના આધારે બી ડિવિઝન પોલીસે એસ.ટી.બસ સ્ટેશન નજીક ગત રાત્રિના અરસામાં આ તપાસ કરી હતી. ફરિયાદી ઉદયરાજ ચંદ્રશંકર પાસીનું જી.જે.12.એક્સ.1872 નમબેરનું ટેન્કર ઊભું હતું, આ અરસામાં શખ્સઓ ડ્રાઈવર હુસેન અલુ કારિયા, ખલાસી અલ્તાફ દામજી ઢોલીનર અને દેવલકુમાર બિપિન પટેલે વાલ્વનું સીલ તોડી એમ.ઇ.કે.કેમિકલ પ્લાસ્ટિકની નળી વડે ચોરી કરી હતી. આરોપીઓ ત્રિપુટી 210 લિટર કેમિકલ તસ્કરી કારમાં ફરાર થવાની પેરવી કરી હતી. તે અરસામાં પોલીસ ત્રાટકી હતી. શખ્સ હુસેન નાસી છૂટયો હતો. જ્યારે અલ્તાફ અને દેવલકુમાર પકડાઈ ગયા હતા. પોલીસે 15,750ની કિંમતનું કેમિકલ અને જી.જે.12.સી.જી.7114 નમબેરની 4 લાખની કિંમતની સ્વિફટ કાર જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *