પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી,ગાંધીધામ
માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓ દ્વારા હાલે મકરસંકાંતી પર્વ નિમિતે જીલ્લામાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા આપેલ સુચના મુજબ એસ.ઓ.જી. ટીમને મળેલ બાતમી આધારે દ્રારકા ફનીચરની સામે નવી સુંદરપુરી ગાંધીધામના બાબુભાઈ વેરશીભાઈ કોરી ના રહેણાક રૂમ માંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી મોનોસ્કાય નિઝાની માંઝાની રીલ/ફીરડીઓ ૩૬ નંગની કિમત રૂ.૧૦,૮૦૦/- ના મુદામાલ સાથે મળી આવેલ હોય અને હાલમાં મે જીલ્લા મેજી સા. ભુજ-કચ્છ વાળાનું આ અંગે જાહેરનામું તા.૦૪/૦૧/૨૦૧૩ થી તા.૨૫/૦૧/૨૦૨૩ સુધીનું અમલમાં હોય જેથી મજકુર આરોપી વિરૂધ્ધ ઇ.પી.કો.કલમ ૧૮૮ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સારૂ ગાંધીધામ એ. ડિવિઝન પો.સ્ટે.માં સોંપવામા આવેલ.
પકડારોલ આરોપી:-
બાબુભાઈ વેરશીભાઇ ડોરી (દેવીપુજક) ઉ.વ.૪૬ રહે.હાલે. દ્વારકા ફનીચર ની સામે નવી સુંદરપુરી ગાંધીધામ મુળ રહે. રાધનપુર ભીલોટી દરવાજા જીલ્લો પાટણ
પડડાયેલ મુદ્દામાલની વિગત:-
(૧) ચાઇનીઝ દોરી/ માંઝાની રીલ/ફીડીઓ નંગ-૩૬ ની ડિમત રૂ.૧૦,૮૦૦/-
(૨) આધારકાર્ડની ઝેરોક્ષ નકલ કિ.રૂ.00/00 કુલ્લ કિ.રૂ. ૧૦,૮૦૦ / નો મુદ્દામાલ
એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો.
ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી પો.ઇન્સ.શ્રી એસ.એન.ગડું તથા