મહુવા પાસે ટ્રક અને ફોરવીલ વચ્ચે અકસ્માત થતા ફોરવીલ માં અચાનક આગ લાગી

5-7

ભાવનગર જિલ્લામાં મહુવા પાસે આજે એક અકસ્માતની દર્દનાક ઘટના બની હતી. જેમાં મહુવાના વડલી નેસવડ રોડ પર જ્યારે સવારે 10વાગ્યા આજુબાજુ આ બનાવ બન્યો છે જેમાં ટ્રક અને કાર અથડાયા બાદ કારમાં આગ ફાટી નીકળતા તેનો ચાલક બળીને ભડથું થઈ ગયો હતો. અકસ્માત બાદ દરવાજા ખુલ્લી શક્યા ન હતા અને કારમાં સવાર એક વ્યક્તિ આગમાં ખાક થઈ જતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. આ ભોગગ્રસ્ત કોણ છે તેની ઓળખ મેળવવા તજવીજ ચાલી રહી છે. જ્યારે ફોરવીલ નો ગાડી નંબર  GJ 4 CR 4179 છે.   

રિપોર્ટર એઝદ  શૈખ ભાવનગર