પ્રોહીબીશન ના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જામનગર – એલ.સી.બી. પોલીસ
શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટના શ્રી અશોક કુમાર સાહેબ એ પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ જામનગર જીલ્લા માંથી દારૂ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા તથા નાસતા ફરતા આરોપીઓ ને શોધી કાઢવા એલ.સી.બી. ના પો.ઇન્સ. ને સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ.શ્રી જે.વી,ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના અશોકભાઇ સોલંકી, ધાનાભાઇ મોરી તથા રાકેશભાઇ ચૌહાણને મળેલ ખાનગી હકિકત આધારે મેધપર પડાણા પોલીસ સ્ટેશન પ્રોહીબીશન ગુનાના કામે નાસતા ફરતા આરોપી ઓધડભા બુધાભા સુમણીયા હિન્દુવાઘેર રહે. ગડેચીંગામ, વાડી વિસ્તાર તા.દ્વારકા વાળાને તેમના રહેણાંક મકાનેથી પો.હેડ કોન્સ. અશોકભાઇ સોલંકીએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.