ગાંધીધામમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ કરતો શખ્સ ઝડપાયો

ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દ્વારકા ફનીચર પાસે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, સની રવિભાઈ દેવીપુજક રહેણાકના પતરાવાળા રૂમમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ફીરકીઓનો ગેરકાયદેસર જથ્થો રાખી વેચાણ કરે છે. પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી આરોપીને  પકડી પાડ્યો હતો. પોલીસે રહેણાકના રૂમમાં તપાસ કરતાં રૂમમાં એક પુંઠાના મોટા બોક્ષમાથી પ્રતિબંધિત ફરમાવેલ ચાઈનીઝ દોરીઓ મળી આવી હતી. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે 9450નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ વિરુદ્ધ ગુનો કર્યા બદલ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપી:

  1. સની રવિભાઈ દેવીપુજક ઉ.વ.21 રહેવાસી શંકર ભગવાનના મંદિરની પાસે, પાણીના ટાંકા પાસે નવી સુંદરપૂરી ગાંધીધામ