આદિપુરમાં મદનસિંહ સર્કલ પાસેના વિસ્તારમાં પાર્ક કરેલ સાઈકલની ચોરી

copy image

આદિપુર પોલીસ મથકે સાઇકલ ચોરી અંગે ફરિયાદ નોંધાવતાં ફરિયાદી ગૌરવ પ્રમોદસિંહ સિંહે ફરિયાદમાં જણાવ્યુ હતું કે, 29-12ના તેમનો નાનો ભાઈ રાજપાલ હીરો કંપનીની કાળા કલરની બ્લૂ પટ્ટાવાળી સાઇકલ વડે બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં આદિપુરના મદનસિંહ સર્કલ પાસે જોશી ક્લિનિકની બાજુમાં સિંઘ સાહેબના ઘરની પાછળના ભાગે પાર્ક કરી ટ્યુશન ક્લાસ ગયેલ હતો. ટ્યુશન પૂરું થતાં આશરે સાડા ચારેક વાગ્યાના અરસામાં બહાર આવીને જોતાં પાર્ક કરેલ સાઇકલ સ્થળ પર જોવા મળી ન હતી. ત્યારબાદ આસપાસ તપાસ કરવામાં આવતા સાઇકલ અંગે કોઈ જાણકારી મળી ન હતી. પોલીસે અજાણ્યા સાઇકલ ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.