ધ્રોલ ત્રિકોણબાગ પાસે ટ્રક ચાલકે ટ્રક પી.જી.વી.સી.એલ.ના કેબલ સાથે અથડાવી 1,54,216નો નુકશાન કર્યો

આ અંગે મળતી માહિતી અનુસાર 9-1ના રાત્રિના આશરે દોઢ વાગ્યાની આસપાસ ત્રિકોણબાગ પાસે આવેલ સીટી-1 ફિડરમાં વીજ ટ્રાન્સફોર્મર તથા ગડર પોલ સાથે સુઝલનનો ટ્રક અથડાતાં ડેમેજ થયો હતો. GJ-12-BT-2215ના ટ્રક ચાલક જયનારાયણ રામસુમેર પાંડેએ પોતાના કબ્જાનું વાહન બેફિકરાયથી ચલાવી ઉપર જતાં પી.સી.વી.સી.એલ.ના વીજળી પૂરી પાડવા સાથે સંકડાયેલા કેબલ સાથે અથડાવી દેતા કેબલ ખેંચાતા વીજ ટ્રાન્સફોર્મર તથા ગડર પોલ ડેમેજમાં 1,54,216નો નુકશાન પહોચાડ્યું હતું. આ અંગે પી.જી.વી.સી.એલ.ના નાયબ ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.