પ્રોહિબીશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી .
જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ ની સૂચનાથી જામનગર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે એસ.ઓ.જી. ના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.એન.ચૌધરી સાહેબ તથા પોલીસ સબ ઈન્સપેકટર શ્રી જે.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમા રહેલ હતા.
દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. રાયદેભાઈ તથા લાલુભા જાડેજા ને હકિકત મળેલ કે, જામનગર સીટી “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન ગુન્હામાં નાસતો-ફરતો આરોપી સાહિલ સુભાષભાઈ બ્લોચ રહે, બજાણા ગામ જી.સુરેંદ્રનગર વાળો હાલ ગુરૂદ્વારા ચોકડી, બજરંગ ગેરેજ પાસે બેઠેલ છે જેથી સદર જગ્યાએ જતા ઉપરોકત નામ વાળો આરોપી મળી આવેલ હોય જેથી મજકુર આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે સીટી “બી” ડીવી. પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આરોપીનુ નામ:- સાહિલભાઈ સુભાષભાઈ બ્લોચ