ઓસ્લો સર્કલ પાસે લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત  સર્જાતા દંપતી ઇજાગ્રસ્ત

આ અંગે ફરિયાદ નોંધાવતાં રામનિવાસ રામ સજીલા સિંહે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.11-1ના રાત્રિના દશેક વાગ્યાના અરશામાં પોતાની માલિકીની GJ-12-EG-0161 એક્ટિવા લઈ પોતાની પત્ની માયાબેન સાથે ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન બીએમ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ ફનફૂડ હોટલની સામે ઓસ્લો સર્કલ તરફ જતાં સર્વિસ રોડ ઉપર પહોચ્યા ત્યારે પાછળથી GJ-12-BY-1692 લક્ઝરી બસ પૂર ઝડપે ચલાવી એક્ટિવાને અડફેટે લીધું હતું. આ ઘટનામાં દંપતી નીચે પટકાઈ જતાં ઇજાઓ પહોચી હતી. ઇજા પામેલ દંપતીને સારવાર અર્થે આદિપુરની જૈન સેવા સમિતિ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે માયાબેનને જમણી બાજુના ભાગે 6 ટાંકા, ડાબા પગે ફેકચર તેમજ છોલછાલ જેવી ઇજાઓ પહોચી હતી. જ્યારે ફરિયાદીને છોલછાલ જેવી ઇજાઓ પહોચી હોવાનું જણાવ્યુ હતું. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.