લઠેડી સીમમાથી પવનચક્કીના કેબલ વાયર ચોરાયા
copy image
લઠેડી સીમમાં આવેલ સુઝલોન કંપનીની પવનચક્કી નં.એમ. 303 વાળીના કેબીનના દરવાજાનો નકુચો તોળી ચોરે અંદર ઘૂસી પવન ચકકીના અર્થિગ કોપર કેબલ વાયરની ચોરી ને અંજામ આપ્યો હોવાની ઘટના કોઠારા પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે ફરિયાદ નોંધાવતાં સિકંદર મીઠુ સંઘારે ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ મીત સિક્યુરિટી સર્વિસમાં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. તા-12-1ના તેઓને આશરે 6 વાગ્યાના અરસામાં સાઇટના સુપરવાઇઝર જીવરાજ હરધોર ગઢવીએ ફોન દ્વારા જણાવ્યુ હતું સુઝલોન કંપનીની પવનચક્કી નં.એમ. 303 વાળીના કેબીનના દરવાજાનો નકુચો કોઈ ઓઝાર વડે તોડી પાડેલ હાલતમાં નજરે પડ્યું હતું. જેથી તેઓએ અંદર જઈ તપાસ કરતા અર્થિગ કોપર કેબલના 3 વાયરો જેની કી.રૂ.10400ની તસ્કરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ ચોરીની ઘટના તા.12-1ના રાત્રિના 3 થી આશરે 5:30 સુધીના સમયગાળામાં બની હતી. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.