નંદાસર થી રવ તરફ જતા રોડ પર રાહદારીનો અકસ્માત થતાં મોત નીપજ્યું

રાપર થી ડાવરી તરફ ચાલીને જઈ રહેલા રાહદારીને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રાહદારીને ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ અંગે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પિયુષભાઈ ડાયાભાઈ વસ્તાભાઈ કોલીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તારીખ 13/ 1 ના રાત્રિના 9 વાગ્યાના અરસામાં તેમના ભાઈ દિનેશભાઈ ડાયાભાઈ કોલી રાપર થી ડાવરી તરફ ચાલીને જઈ રહ્યા હતા તે સમય દરમિયાન નંદાસર ગામ થી રવ તરફ જતા રસ્તા પર આવેલ જાડેજા ફાર્મ ની સામે પહોંચતા કોઈ અજાણ્યા વાહન ચાલે કે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રાહદારી દિનેશભાઈ ને માથાના ભાગે તથા જમણા પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. દિનેશભાઈ ને સારવાર અર્થે રાપર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી વાહનચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.