વાગડના બનીયા ડેમમાં સિંચાઈ અર્થે રાખેલ પાણીની મોટર ચોરાતા ફરિયાદ નોંધાઈ
વાગડના બનીયા ડેમમાં સિંચાઈ અર્થે રાખેલ પાણીની મોટર ચોરાતા ફરિયાદ નોંધાઈ આ અંગે ફરિયાદ નોંધાવતા કરસનભાઈ વેલાભાઈ પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ખેતી કરી ગુજરાન ચલાવે છે. તારીખ 8 /1 ના તેઓ સવારના આઠેક વાગ્યે બનીયા ડેમમાંથી પાકને પાણી પીવડાવી સાંજે છ વાગ્યે મોટર બંધ કરી પોતાના ઘરે ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારના આઠેક વાગ્યાના અરસામાં બનીયા ડેમ આવતા સિંચાઈ અર્થે ઉપયોગમાં લેવાતી પાણીની મોટર જોવા મળી ન હતી. તેમજ મોટરના વાયર કાપેલ હાલતમાં નજરે પડ્યા હતા. ત્યારબાદ આસપાસ તપાસ કરવામાં આવતા મોટર ક્યાંય મળી આવી ન હતી જેથી 14000 ની મોટર ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. રાપર પોલીસે અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધી તપાસ હાથ ધરી