ગાંધીધામમાં દારૂના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો, એક ફરાર: 1,51,020નો મુદ્દામાલ જપ્ત
ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગાંધીધામ કાર્ગો યાદવનગર રામાપીર મંદિર પાસે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, કાર્ગો યાદવનગર ઝૂપડા ગાંધીધામમાં રહેતા હરેશ નારણભાઈ ભરવાડ તથા વિશાલ ઉર્ફે વિહો સકતાભાઈ ભરવાડ બંને સાથે મળી વિદેશી દારૂનો ગે.કાયદેસર રીતે વેપાર કરે છે. તેમજ હાલમાં વિદેશીદારૂનો જથ્થો હરેશ નારણભાઈ ભરવાડના કબ્જાની ઓરડીઓ આગળ ગેટ વાળા ફળિયામાં રાખવામા આવેલ છે. જેથી પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી વિશાલ ઉર્ફે વિહો સક્તાભાઈ ભરવાડને પકડી પાડ્યો હતો. પોલીસે ફળિયામાં ઓરડીના આગળના ભાગેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ભરેલી પેટીઓ મળી આવી હતી. પોલીસે 300 બોટલો કિ.રૂ.76,020નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિશાલ ઉર્ફે વિહો સક્તાભાઈ ભરવાડ પાસેથી એક મોબાઈલ ફોન કિ.રૂ.5000, એક એક્સેસ ટુ-વ્હીલર કિ.રૂ.70,000 મળી કુલ રૂ.1,51,020નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
પોલીસે પકડાયેલ આરોપી વિશાલ ઉર્ફે વિહો શકતા ભરવાડને દારૂ અંગે પૂછતાછ કરતાં વિદેશી દારૂ હરેશ નારણ ભરવાડ લઈ આવેલ હોવાનું અને એક્સેસ ટુ-વ્હીલર હરેશ ભરવાડનું હોવાની કેફિયત આપી હતી. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.