ભુજ તાલુકાનાં ચુનડીમાં પતિએ પત્નીનું ઢીમ ઢાળી દેતા ચકચાર મચી
ભુજ તાલુકાનાં ચુનડીમાં પત્નીએ કામ-ધંધે ન જતાં પતિને ટોકતાં તે વાતનું મનદુખ રાખી માથાનાના ભાગે હથિયાર વડે ઇજાઓ પહોચાડી મોતને ઘાટ ઉતારતા ગામમાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગે માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં મહિપતસિંહ રઘુભા જાડેજાએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેમના બેન ચેતનાબાના લગ્ન આશરે 15 વર્ષ અગાઉ ચુનડી ગામના મહિપતસિંહ ભીમજી સોઢા સાથે થયેલ હતા. તેમને 2 સંતાન છે. ચેતનાબા અને મહિપતસિંહ વચ્ચે કામ-ધંધા અર્થે અવાર-નવાર ઝગડાઓ થતાં હતા અને મહિપતસિંહ તેમની પત્નીને માર મારતો હોવાની ફરિયાદ અગાઉ પણ માનકુવા પોલીસ મથકે નોંધાઈ છે. ગઇકાલે રાત્રે ફરિયાદી સૂતા હતા તે દરમિયાન સવારના ત્રણેક વાગ્યાના અરસામાં ફરિયાદીના બનેવી સાહેબજીનો ફોન આવેલ અને તેમણે જણાવ્યુ હતું કે, ચેતનાબાને મહિપતસિંહે માર મારેલ છે. જેથી ફરિયાદી ચુનડી ગામે જઈ જોતાં ચેતનાબાને માથાના ભાગે કોઈ હથિયાર વડે માર માર્યો હોવાથી લોહી નિકડી રહ્યું હતું. જેથી ફરિયાદી પોતાની બહેનને સારવાર અર્થે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડયા હતા જ્યાં ફરજ પરના તબીબે ચેતનાબાને મૃત જાહેર કર્યા હતા. જેથી ફરિયાદીએ પોતાની બેનને મોતને ઘાટ ઉતારનાર આરોપી મહિપતસિંહ વિરુદ્ધ માનકુવા પોલીસે મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.