જામનગર તાલુકાના મોરાર સાહેબના ખંભાલીયાગામે થી ઇગ્લીશ દારૂ બોટલ નંગ- ૭૨ તથા બીયર ટીન નંગ- ૨૮ કુલ રૂ.૩૧,૬૦૦/- ના મુદામાલ પકડી પાડતી જામનગર – એલ.સી.બી.પોલીસ

શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટના શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા સુચના કરતા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓએ જામનગર જીલ્લા માંથી દારૂ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા એલ.સી.બી. ના પો.ઇન્સ. ને સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ.શ્રી જે.વી.ચૌધરીનાઓ તથા પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલનાઓ_સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના યશપાલસિંહ જાડેજા તથા ભગીરથસિંહ સરવૈયા તથા અજયસિંહ ઝાલાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર તાલુકાના મોરાર સાહેબના ખંભાલીડા ગામની સીમમાંથી આરોપી ના કબજાની વાડી માંથી ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૭૨ કિ.રૂ.૨૮,૮૦૦/- બીયર ટીન નંગ-૨૮, કિ.રૂ.૨૮૦૦ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.૩૧,૬૦૦/- નો મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકુર વિરૂધ્ધ હીતેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેઙ.કોન્સ. યશપાલસિંહ જાડેજાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. દારૂ સપ્લાય કરનાર આરોપી ને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.

આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી જે.વી.ચૌધરીની સુચના થી પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલ તથા એલ.સી.બી. સ્ ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, અશોકભાઇ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શીવભદ્રસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, કિશોરભાઇ પરમાર, તથા ડ્રાઇવર દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.