સમાણા ગામે “ઝવેલર્સ ની દુકાનમા થયેલ ચોરીનો ભેદ ઉકેલતી જામનગર એલ.સી.બી.પોલીસ
શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટના શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ જામનગર જીલ્લાના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય,જેથી જામનગર પોલીસ અધિક્ષક શ્રી.પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ જામનગરમાં વણશોધાયેલ ગુનાઓના ભેદ ઉકેલવા એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી જે.વી.ચૌધરી નાઓ તથા પો.સ.ઇ શ્રી એસ.પી.ગોહિલ નાઓ સ્ટાફના માણસો સાથે જામનગર શહેરમાં વણશોધાયેલ ગૂનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીગમાં હતા.
દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના સંજયસિંહ વાળા તથા દિલીપભાઇ તલાવડીયા તથા હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે આરોપી દિનેશ વલસીંગ કેકરીયો માવી રહે.મોર ડુંડીયા, જી.જાંબુઆ મધ્યપ્રદેશ હાલ દૈયાર ગામ જી.પોરબંદર વાળો ચોરીમા સંડોવાયેલ છે. મજકુર ઇસમ ચોરીના દાગીના વેચવા માટે જામનગર ચાંદી બજારમાં આવેલ હોવાની બાતમી આધારે મજકુરને સોના,ચાંદીના દાગીના સાથે પકડી પાડી,મજકુર આરોપી વિરૂધ્ધ પો.સબ.ઇન્સ શ્રી એસ.પી.ગોહિલ નાઓએ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે,