આદિપુરના યુવકને વ્યાજ માટે માનસિક ત્રાસ આપી 9,80,000ની ઠગાઈ કરાઈ

આ અંગે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં હિનાબેન વિકાસભાઈ ઠક્કરે(રહે, પ્લોટ.નં.746, ડીસી-5, આદિપુર)જણાવ્યુ હતું કે, તેમના પતિ વિકાસભાઈ કાંતીલાલ ઠક્કર મેડિકલ ચલાવતા હોઈ તેમના મિત્ર જનતા કોલોની, ભારતનગરમાં રહેતા મહેન્દ્ર માવજી ભાનુશાળી જેઓ LIC એજન્ટ હોઈ રૂપિયા બાબતોના કામ માટે તેમની પાસેથી 10%ના વ્યાજે લેતા હતા. ફરિયાદીના પતિ વિકાસભાઈએ તેમની પત્ની હિનાબેનના નામની પોલિસી લીધેલ હતી. 2016માં યુનિયન બેન્ક ગાંધીધામ મધ્યે ખાતું ખોલાવી ચેક દ્વારા હપ્તો ભરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ વિકાસભાઈએ હપ્તો ભારવા માટે મહેન્દ્ર ભાનુશાળીને એક કોરો ચેક આપેલ હતો. ફરિયાદીએ જણાવ્યુ હતું મહેન્દ્ર ભાનુશાળી અવાર-નવાર વિકાસભાઈના મેડિકલમાં જઈ વધારે વ્યાજ માટે ધાક ધમકી અને માનસિક ત્રાસ આપતા હતા.જેથી 18-7-21ના તેમના પતિ ઘરેથી ચાલ્યા ગયા હતા. આ અંગે આદિપુર મધ્યે ગુમ નોંધ પણ કરાવેલ છે. વિકાસભાઈએ હપ્તા માટે આપેલ ચેકમાં આરોપીએ 9,80,000ની રકમ ભરી બેંકમાં જમા કરાવી ચેક બાઉન્સ કરાવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી આચરી હતી. આ અંગે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.