પ્રોહીબીશનના બે ગુનામાં નાસતા ફરતા આરોપીને કચ્છના પલાસવા ગામ ખાતેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે જણાવેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ડ્રાઇવ રાખેલ હોય જેથી એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.વી.ચૌધરી સાહેબનાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એલ.જે.મિયાત્રા તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન પોલીસ સ્ટાફના લખધીરસિંહ જાડેજા, રણજીતસિંહ પરમાર તથા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા મહિપાલભાઇ સાદિયા ને મળેલ બાતમી મળેલ કે સીટી એ ડીવી પો..સ્ટે. પ્રોહી ગુના તથા સીટી સી ડીવી. પો.સ્ટે.ના ગુનાના નાસતો ફરતો આરોપી રમેશ હિરાભાઇ ખીટ રહે-પલાસવા ગામ, તા. રાપર, જી કચ્છ વાળો કચ્છ જીલ્લાના પલાસવા ગામ ખાતે આવેલ છે જેથી કચ્છ જીલ્લાના પલાસવા ગામ ખાતે તપાસ કરતા ઉપરોકત આરોપી મળી આવતા આરોપી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ જામનગર સીટી એ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.