ગળપાદર મુન્દ્રા હાઈવે પર ડમ્પર અને કારનો અકસ્માત સર્જાયો
આ અંગે મળતી માહિતી અનુસાર ગળપાદર મુન્દ્રા હાઈવે રોડ ઉપર હ્યુન્ડાઇ શો-રૂમની સામે પુલિયા ઉપર GJ-12-બીઝેડ-6411ના ડમ્પર ચાલકે પોતાના કબ્જામા રહેલ વાહન પૂર ઝડપે ચલાવી GJ-12-DS-1898 અલ્ટો કારને સાઈડના ભાગે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ગાડી પુલથી નીચે સુધી ઘસડાઈ ગઈ હતી. જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ કારમાં ભારે નુકશાન પહોચ્યું હતું. આ અકસ્માત સાંજના આશરે સવા ચારેક વાગ્યાના અરસામાં સર્જાયો હતો. અંજાર પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.