દયાપરમાં જામ્યો નવલા નવરાત્રીનો રંગ

image

દયાપર : રવિવારથી શરૂ થયેલા અશ્વિન નવરાત્રી પર્વને લઈને તાલુકા મથક દયાપર ખાતે યોજાતી અલગ અલગ જગ્યાએ સાતેક જેટલી માતાજીના ગરબાની સ્થાપના કરી દરરોજ રાત્રે ખેલૈયાઓ દ્વારા રાસ ગરબાની રમઝટ જમાવવામાં આવે છે અહીંના જલારામ યોગ ખાતે જય માતાજી મિત્ર મંડળ દ્વારા જલારામ ચોકમાં,મેઘવંશી નવદુર્ગા ગરબી મંડળ, પાટીદાર યુવક મંડળ દ્વારા સત્યનારાયણ સમાજ વાડીમાં તેમજ જાગરીયાવાસ, ખાતે તેમજ આશાપુરા કર્મચારી મિત્ર મંડળ દ્વારા આયોજિત તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણ સહિત અલગ અલગ જગ્યાઓ પર માતાજીના ગરબાને સ્થાપના કરી ખેલૈયાઓ દ્વારા રાસ ગરબાની રમઝટ જમાવવામાં આવે છે તો બીજી તરફ આ વર્ષે અહીંના ગણેશ ચોક ખાતે પણ નારાયણ સરોવર જાગીરના ગાદીપતિ સોનલ લાલજી મહારાજના હસ્તે ધજા રોપણ સાથે માં આશાપુરા મંડળ દ્વારા ગરબીની સ્થાપના કરવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ દ્વારા રાસ ગરબાની રમઝટ સાથે માતાજીના ગુણગાન ગાવામાં આવે છે