દાહોદ જીલ્લાના ઘાડ વિથ મર્ડર ના ગુનામાં ૭ વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી-એલ.સી.બી. જામનગર

શ્રી પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટના શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ફરાર આરોપીઓને પકડી પાડવા સૂચના કરેલ હોય જેથી પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલ માહેબ નાઓના માર્ગદર્શન હેઠળ જામનગર એલ.સી.બી.પો.ઇન્સ.શ્રી જે.વી.ચૌધરી તથા પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલ નાઓ તથા એલ.સી.બી સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ફરાર આરોપીઓ પકડી પાડવા પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ,સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, દોલતસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા ને મળેલ હકિકત આધારે દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા પો.સ્ટે ના ધાડ વિથ ખૂનના ગુનાના ફરારી આરોપી રમણ ઉર્ફે ધુલેરામ ધનાભાઇ બારીયા રહે- અલીન્દ્રાગામ તા ધાનપુર – દાહોદ વાળો જામનગર તાલુકા ના ખીમરાણા ગામના પાટીયા પાસે ઉભેલ હોવાની હકિકત આધારે પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ પો.સબ ઇન્સ શ્રી એસ.પી.ગોહિલ નાઓએ કાયદેસર કાર્યવાહી કરેલ છે.